રાજકોટ સેન્ટ્રલ જીએસટીના અધિકારીને 2.5 લાખની લાંચ લેતા ઝડપી લેતી સીબીઆઈ

- text


ઝોન-2 હેઠળના વિસ્તારમાં વેપારીને દમદાટી મારી અઢી લાખની લાંચ માગતા છટકામાં ફસાયો

રાજકોટ : રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઝોન-2 કચેરીમાં સીબીઆઇ દ્વારા દરોડો પાડી લાંચિયા અધિકારીને અઢી લાખની લાંચ લેતા ઝડપી લેતા જીએસટી કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ઝોન-2 હેઠળ આવતા વિસ્તારમાં વેપારીને હેરાન કરી સેન્ટ્રલ જીએસટીનાં નવીન ધનખડ નામના અધિકારીએ રૂપિયા અઢી લાખની લાંચ માંગ્યાની ફરીયાદના પગલે સીબીઆઇ દ્વારા ગઈકાલે સાંજથી જ રાજકોટમાં ધામા નાખવામાં આવ્યા હતા અને ટ્રેપ ગોઠવવામાં આવતા સેન્ટ્રલ જીએસટીની રેસકોર્ષ રિંગરોડ ઉપર આવેલી કચેરી ખાતેથી લાંચીયો અધિકારી સીબીઆઈના સકંજામાં આવી ગયો હતો. વધુમાં સીબીઆઈ દ્વારા નવીન ધનખડની પુછપરછ કરવા ઉપરાંત અન્ય અધિકારીઓ કર્મચારીઓના નિવેદન લીધા હોવાનું જાણવા મળે છે.

- text