મોરબીમાં હિન્દૂ યુવા વાહીની સહિતના સંગઠનો દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ 

- text


નગર દરવાજે રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન, પોલીસે સમય સુચકતા વાપરીને પૂતળું સળગાવવા ન દીધું

મોરબી : મોરબીમાં હિન્દૂ યુવા વાહીની સહિતના હિન્દુ સંગઠનો દ્વારા આજે રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ પોલીસે સમય સુચકતા વાપરીને આ પૂતળું સળગાવવા દીધું ન હતું. .

મોરબીના નગર દરવાજે આજે હિન્દૂ યુવા વાહિની દ્વારા સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દૂ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાહુલ ગાંધી હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે રાહુલ ગાંધીના પૂતળાને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ પોલીસે સમય સૂચકતા વાપરીને પૂતળું સળગાવા દીધું ન હતું.

અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ગુજરાત સંગઠન મંત્રી કમલેશભાઈ આહીરે જણાવ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દૂ સમાજની લાગણી દુભાવવાનું જે કાર્ય કર્યું છે. હકીકતમાં આ મંદબુદ્ધિ કહેવાય. અવાર નવાર આવું બોલવામાં આવે છે પણ હિન્દૂ સમાજ હવે સહન નહિ કરે. જો રાહુલ ગાંધી માફી નહિ માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શનમાં એકતા એજ લક્ષ્ય સંગઠન, હિન્દુ યુવા વાહિની, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, ઠાકોર સેના, મહાકાલ સેના તથા અન્ય હિન્દુ સંગઠનો જોડાયા હતા.

- text

- text