કોલેરાના ખતરા વચ્ચે મોરબી પાલિકાએ 4 બરફના કારખાનેદારોને નોટિસ ફટકારી

- text


શહેરમાં તમામ ઠંડાપીણા, લચ્છીવાળા, ગોલાવાળા અને શેરડીનો રસના વેપારીઓને બરફનો ઉપયોગ ન કરવા સૂચના

મોરબી : તાજેતરમાં રાજકોટના ઉપલેટા અને કચ્છના ભુજમાં કોલેરાના કેસ સામે આવતા મોરબી નગરપાલિકાએ અગમચેતી વાપરી શહેરના ઠંડાપીણા, લચ્છીવાળા, ગોલાવાળા અને શેરડીનો રસના વેપારીઓને બરફનો ઉપયોગ ન કરવા તાકીદ કરી બરફનું ઉત્પાદન કરતી ચાર ફેક્ટરીઓના માલિકો-સંચાલકોને નોટિસ ફટકારી છે.

ચોમાસુ આવતા જ પાણીજન્ય કોલેરાનો રોગ વધતો હોય છે તેવામાં રાજકોટના ઉપલેટા અને કચ્છના ભુજમાં કોલેરાના કેસ સામે આવતા મોરબી નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી મોરબીમાં બરફ ઉત્પાદન કરતા ચાર જેટલા આસામીઓ જેમાં જીઆઈડીસીમાં આવેલ સંતોષ આઈસ ફેક્ટરી, લાતી પ્લોટ -1 માં આવેલ શક્તિ આઈસ ફેક્ટરી, લાતી પ્લોટ – 6 માં આવેલ મુરલીધર આઈસ ફેક્ટરી અને વિસીપરામાં આવેલ કુબેર આઈસ ફેક્ટરીને નોટિસ આપી બરફ સરકાર માન્ય લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી ટેસ્ટ રિપોર્ટ નગરપાલિકામાં જમા કરાવવા આદેશ કર્યો છે.

- text

વધુમાં બરફના કારખાનેદારોને જો બરફનો યોગ્ય રિપોર્ટ આવેલ હોય તો જ બરફ વેચાણ પ્રવૃત્તિને માન્ય ગણવામાં આવશે અન્યથા કાયદેસસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી મોરબી નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ ઠંડાપીણા, ગોલાવાળા, શેરડીના રસ વાળા અને લચ્છીવાળને ત્યાં જી બરફનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text