મચ્છુ નદીમાં વિવાદિત દિવાલ મામલે સ્વામિનારાયણ સંસ્થા અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ

- text


આવતીકાલથી દિવાલ નીચી કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે

મોરબી : ઝુલતા પુલ નજીક મચ્છુ નદીના કાંઠે મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બાંધકામ કરાયેલી દિવાલ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા બે નોટિસ, મોરબી પાલિકા દ્વારા બે નોટિસ અને મામલતદાર દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે. આમ છતાં સ્વામિનારાયણ મંદિર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે સ્વામિનારાયણ સંસ્થાના સંચાલકો અને જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, ટીપીઓ, ડીએસએલઆર સહિતના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી.

- text

બેઠક બાદ મોરબી જિલ્લા અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જણાવ્યું હતું કે, બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ડીએલઆર મુજબ માપણી કરવામાં આવી હતી પરંતુ હવે એસએલઆર દ્વારા ફરીથી માપણી કરીને કલેક્ટર કચેરીને જાણ કરવામાં આવશે. મંદિર સંચાલકોએ બાંધકામમાં દિવાલ અંગે જીડીસીઆરના નિયમોનું પાલન કરવાનું રહેશે. નદીના કાંઠાથી જીડીસીઆરના નિયમો મુજબ જેટલી જગ્યા ક્લિયર કરવાની રહેશે તે નિયમનું પાલન કરવાનું રહેશે. આ બાબતેતે ચર્ચા કરવામાં આવી અને આ બાબતે સ્વામિનારાયણ મંદિરના સંચાલકો સહમત પણ થયા છે અને આવતીકાલથી તેઓ દિવાલ નીચી કરવાની કામગીરી શરૂ કરશે. મંદિરના સંચાલકોનું કહેવું છે કે તેમણે કોઈ દબાણ કર્યું નથી.

- text