મૂળ મોરબીના વતની ફિઝિયોથેરાપિસ્ટે T-20 વિશ્વકપ વિજેતા ભારતની ટીમમાં ભજવી મહત્વની ભૂમિકા

- text


ફિઝિયોથેરાપી ડોક્ટર યોગેશભાઈ પરમારે મોરબીની વીસી હાઈસ્કૂલમાં કર્યો છે અભ્યાસ

મોરબી : ગત 29 જૂનના રોજ T-20 વિશ્વકપમાં ભારતે શાનદાર દેખાવ કરીને ફાઈનલ મેચ જીતીને વિશ્વકપ પર કબજો કર્યો હતો. ભારતની આ મહત્વપૂર્ણ જીતમાં ખેલાડીઓની સાથે સાથે સપોર્ટ સ્ટાફે પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. ત્યારે ભારતીય ટીમના ફિઝિયોથેરાપી ડોક્ટર તરીકે મૂળ મોરબીના અને હાલ લંડન રહેતા યોગેશભાઈ પરમારે પણ ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

- text

મૂળ મોરબીના વતની અને હાલ લંડન રહેતા સતવારા સમાજનું ગૌરવ એવા યોગેશભાઈ પરમાર T-20 વિશ્વકપની ચેમ્પિયન ભારતની ટીમના ફિઝિયોથેરાપી ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ મોરબીની વીસી હાઈસ્કૂલમાં કર્યો હતો ત્યારબાદ વડોદરા અને પછી લંડન અભ્યાસ માટે ગયા હતા અને ત્યાંથી જ તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI સાથે જોડાયા હતા. ભારતીય ટીમ પહેલા તેઓ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના પણ ફિઝિયોથેરાપી ડોક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. T-20 વિશ્વકપ-2024માં ભારતીય ટીમની જીત બાદ યોગેશભાઈ પરમારને પણ ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text