સંસ્થામાંથી ભાગી ગયેલા મનોદિવ્યાંગ યુવકનું પરિવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ

- text


ટંકારા : ત્રંબા ખાતે કાર્યરત મનોદિવ્યાંગ લોકોના આશ્રયસ્થાન માનવ મંદિરમાંથી એક મનોદિવ્યાંગ યુવક ભાગીને ટંકારા નજીક પહોંચી ગયો હોય જે ટંકારા પોલીસને મળી આવતા પોલીસની ટીમે તેના પરિવારનો સંપર્ક કરી તેને સોંપી દીધેલ છે.

ટંકારાની છત્તર ચેક પોસ્ટ ઉપર પોલીસ ટિમ વાહન ચેકીંગમા હતી. તે દરમ્યાન માનસીક અસ્થીર વ્યક્તિ રોડ ઉપર ચાલીને નિકળતા જેને રોકી પુછપરછ કરતા જવાબના અંતે પોતે જણાવેલ કે, પોતે ત્રંબા ખાતે માનવ મંદીરથી નીકળી ગયેલ છે. આ બાબતે માનવ મંદીર ત્રંબાનો સંપર્ક કરી અને ફોટો વૉટસએપ મારફતે સંચાલકને મોકલી ખરાઈ કરતા જાણવા મળેલ કે, આ મનોદિવ્યાંગ વ્યક્તિનુ નામ સતીષભાઈ દયાળજીભાઈ ભાનુશાળી ઉ.વ.-૩૦ રહે- ભુજ, સંસ્થામાં કોઈને કંઇ કહ્યા વગર નીકળી ગયેલ છે.

- text

તેમની પાસેથી આ વ્યકિતના રહેઠાણનુ સરનામુ મેળવતા તેના પિતા હયાત ન હોવાનુ જણાયેલ અને તેના માતા નર્મદાબેન દયાલનીભાઈ ભાનુશાળી ઉ.વ- ૬૦ રહે-ભુજ વાળા સાથે ટેલિફોનિક વાત થતા તેઓએ જણાવેલ કે પોતાનો દીકરો માનસીક અસ્થીર હોય અને ત્રંબા માનવ મંદીર ખાતે સારવાર માટે રાખેલ હોય અને ત્યાંથી નીકળી ગયેલ હોય જે અંગે ત્યાંના સંચાલકોએ તેઓને પણ ફોન કરી જાણ કરેલ હતી. બાદમાં તેમના માતાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાના પુત્રને લઈ ગયા હતા.

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ, એ.એસ.આઇ. સી.એસ.કડવાતર, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલા, સાલેમામદભાઇ હાજીભાઈ સુમરા, હોમ ગાર્ડ અરૂણભાઈ પરમાર તથા બુકેરા તૌફીક રોકાયેલ હતા.

- text