ટંકારાના નવયુગ ફીડરમાં ફોલ્ટની રજૂઆત બાદ રિપેરિંગ કામગીરી શરૂ

- text


ટંકારા : નવયુગ ફીડરમાં વારંવાર ફોલ્ટ સર્જાતા ટંકારા તાલુકાના વિરપર (મચ્છુ) ગામે અવાર નવાર વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર સમક્ષ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ આજે નવયુગ ફીડરમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

- text

મહત્વનું છે કે, વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા ગત તારીખ 29 જૂનના રોજ નવયુગ ફીડરમાં સર્જાતા ફોલ્ટને લઈને ડેપ્યુટી ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, ફીડરમાં અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત ફોલ્ટ સર્જાય છે. અને અવાર નવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ રજૂઆત બાદ આજે નવયુગ ફીડરમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

- text