રાજકોટના યોગ સ્પર્ધકોનો દુબઇમાં ડંકોઃ યોગાસન સ્પર્ધામાં 17 મેડલ જીત્યા

- text


7 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ, અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું

રાજકોટ : યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 3જી એશિયન યોગાસન કપ 2024નું દુબઇ ખાતે આયોજન થયું. જેમાં રાજકોટના ‘ધ ડીવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના’ ખેલાડીઓએ 17 મેડલ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. જેમાં 7 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ, અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

- text

આ સ્પર્ધામાં અલગ-અલગ 4 ઇવેન્ટનું આયોજન થયું હતું. જેમાં ગૃપ ઇવેન્ટમાં રાશી મહેતા, સાચીબા ભટ્ટી, રિવા પટેલ, પરમ વાઘેલા, અને મનસ્વી રાવેશિયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ટ્રેડીશનલ ઇવેન્ટમાં યશ્વી ટાંક સિલ્વર મેડલ, પરમ વાઘેલા સિલ્વર મેડલ, રાશી મહેતા સિલ્વર મેડલ અને મનસ્વી રાવેશિયા (બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા થાય હતા. રિધેયમિક ઇવેન્ટમાં રિવા પટેલ – મનસ્વી રાવેશિયા સિલ્વર મેડલ, રાશી મહેતા – સાચીબા ભટ્ટીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ટ્રેડીશનલ ઇવેન્ટમાં ચાંદની મેહતાએ ગોલ્ડ મેડલ, આર્ટિસ્ટિક સિંગલ ઇવેન્ટમાં યશવી ટાંક સિલ્વર મેડલ, પરમ વાઘેલા સિલ્વર મેડલ, મનસ્વી રાવેશિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગૃપ ઇવેન્ટમાં 28 વર્ષથી ઉપરમાં ચાંદની મેહતા ગોલ્ડ મેડલ સાથે વિજેતા થયા હતા. આ ઇવેન્ટમાં કોચ અર્જુન ઠાકરે ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text