અગરિયાઓના પ્રશ્નો તાત્કાલિક દૂર કરો : સાંસદની કેન્દ્રમાં રજુઆત

- text


અગરિયાઓને ભારે વાહન સાથે પોતાના અગર સુધી જવા દેવાની છૂટ આપવા કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ

મોરબી : અગરિયાઓના પ્રશ્નો તાત્કાલિક દૂર કરવા સાંસદે કેન્દ્રમાં રજુઆત કરી છે. જેમાં તેઓએ કેન્દ્રીય મંત્રી સમક્ષ અગરિયાઓને ભારે વાહન સાથે પોતાના અગર સુધી જવા દેવાની છૂટ આપવાની માંગ કરી છે.

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લા તથા મોરબી જિલ્લાને સ્પર્શતા તાલુકાઓમાં રણકાંઠાના વિસ્તારમાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અસંખ્ય અગરિયા કુટુંબો કે જેઓ વર્ષોથી બાપદાદા વખતથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા હળવદ અને માળિયા તાલુકાના રણ વિસ્તારને વન અભ્યારણ્ય જાહેર કરાયું છે.

- text

જેના કારણે અગરિયાઓને પોતાના અગરમાં જવા માટે ભારે વાહન લઈ જવાની વન વિભાગના અધિકારીઓ મનાઈ કરે છે. પરિણામે અગરિયાઓ અને વન વિભાગના અધિકારીઓ સાથે કાયમી સંઘર્ષ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરે તેવી માંગ છે.

- text