મોરબીની યુનિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” કોર્સનું આયોજન

- text


મોરબી : મોરબીની યુનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે આજે તારીખ 3 જુલાઈથી સ્કિલ વર્લ્ડ ટેલેન્ટ હબ દ્વારા એક નવો અને અનોખો માઇન્ડ ડેવલપમેન્ટ કોર્સ “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ અદભુત ક્ષમતાઓ પ્રાપ્ત કરશે, જેનાથી તેઓ કોઈપણ પુસ્તકને આંખે પાટા બાંધીને 10 થી 15 મિનિટમાં તેને સંપૂર્ણ રીતે યાદ કરી શકશે.

આ કોર્સનો સમયગાળો 4 મહિનાનો છે અને તે શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. આનાથી તેઓ તેમના શિક્ષણમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં સક્ષમ બનશે. આ કોર્સ તેમને અનોખી રીતે તૈયાર કરશે અને તેમની સમજણ અને યાદશક્તિમાં વધારો કરશે.

- text

સ્કીલ વર્લ્ડ ટેલેન્ટ હબના સ્થાપક નિખિલભાઈ રાઠોડે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ શાળાના બાળકોને નવી ટેકનોલોજી અને વિચારોનો પરિચય કરાવવાનો છે. તેઓ આશા રાખે છે કે આ પ્રયાસ દ્વારા બાળકો તેમના સપનાને સાકાર કરવામાં સફળ થશે. આ કોર્સ શાળાના મેનેજમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને સ્કિલ વર્લ્ડ ટેલેન્ટ હબ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે.

- text