નેચરલ ગેસના ભાવમાં રૂ.2નો વધારો : સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર બોઝ 

- text


એમજીઓમાં 2 રૂપિયા અને નોન એમજીઓ ગેસમાં રૂ. 2.43 નો ભાવ વધારો 

મોરબી : મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 2થી લઈ 2.43 સુધીનો ભાવ વધારો કરતા સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં દેકારો બોલી ગયો છે, પાછલા સમયમાં ગેસનો વપરાશ વધતા જ કંપનીએ રાતોરાત ગેસના ભાવમાં વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ઇંધણ તરીકે ગુજરાત ગેસ કંપનીના નેચરલ પાઈપલાઈન ગેસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પાછલા સમયમાં નેચરલ ગેસના ભાવ વધારાને પગલે અનેક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નેચરલ ગેસને બદલે પ્રોપેન અને એલએનજીનો વપરાશ શરૂ કર્યો છે તેવા સમયે જ ગુજરાત ગેસ કંપનીએ નેચરલ ગેસના ભાવમાં 2 રૂપિયાથી લઈ 2.43 સુધીનો ભાવ વધારો કરતા નેચરલ ગેસના ભાવ આજે 44.68 રૂપિયા થયા હતા.

- text

ઉલ્લેખનીય છે કે નેચરલ ગેસના ભાવમાં વધારો થવાથી સીરામીક ઉદ્યોગકારોએ પ્રોપેન અને એલએનજીનો વપરાશ શરૂ નેચરલ ગેસનો વપરાશ ઘટ્યો હતો જો કે, હાલમાં નેચરલ ગેસનો વપરાશ પ્રતિદિવસ 45થી 46 લાખ ક્યુબિક મીટર પહોંચી જતા ગુજરાત ગેસ દ્વારા અચાનક ગેસના ભાવમાં વધારો કર્યો છે જેમાં એમજીઓમાં 2 રૂપિયા અને નોન એમજીઓમાં 2 રૂપિયા અને 43 પૈસાનો ભાવ વધારો થતા ગેસના ભાવ 44.68ને પાર થયા હોવાનું જાણવા મળે છે.

- text