મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનો 12માં વર્ષમાં મંગલ પ્રવેશ

- text


પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના ટ્રસ્ટીઓએ જણાવી સાફલ્યગાથા

મોરબી : મોરબીમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રએ 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના ટ્રસ્ટીએ સંસ્થાની સફળતા અંગે જણાવ્યું હતું કે, 11 વર્ષ પૂર્વે નેત્રહીનોના પુનર્વસન અંગે મોરબી શહેરમાં સેવા પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વિચાર આવેલ પણ આ કાર્ય ખૂબ જ કઠિન હતું. મોરબી શહેર નેત્રહીનોથી સંપૂર્ણ અજાણ ત્યારે 2013 માં મોરબી શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી મોરબી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ઓફિસ સ્થાપવામાં આવી અને આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે અનેકે પ્રજ્ઞાચક્ષુઓ માટે આશ્રયસ્થાન બની છે.

મોરબી શહેર ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રખ્યાત હોય અજંતા ઓર્પેટના માલિક પ્રવીણભાઈ ભાલોડીયા દ્વારા તેમની કંપનીની સંપૂર્ણ વિઝીટ મુક્તાબેન તથા પંકજભાઈ ડગલી તથા હાતિમભાઈ રંગવાલા અને સહયોગ સાથે પૂર્ણ કરી. અને નેત્રહીનોને ખૂબ સારી રીતે ફેક્ટરીમાં ઘણા બધા કામો નોર્મલ વ્યક્તિ સાથે રહી અને સહેલાઈ પૂર્વક કરી શકે તેવા કામોને પ્રવીણભાઈ 30 નેત્રહીનોને તબક્કાવાર રોજગાર આપવાની ખાતરી આપી. હાતિમ રંગવાલા દ્વારા મોરબીની વિવિધ જગ્યા પર સંસ્થા શરૂ કરવા માટે મકાનની શોધખોળ ચાલુ રાખી હતી. તે દરમિયાન દેવકરણભાઈ આદ્રોજા દ્વારા મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા સમાજની વાડી પાછળ પરસોતમ ચોકમાં કલ્યાણદાસ બાપુની ખાલી રહેલ જગ્યા સંસ્થા માટે ઉપયોગ માટે રજૂઆત કરી અને કલ્યાણદાસ બાપુ પાસેથી 3 વર્ષ માટે જગ્યા ને મંજૂરી મેળવી.

તારીખ 02/07/2013ના રોજ સંસ્થા મોરબી ખાતે કાર્યરત થઈ. શરૂઆતના તબક્કામાં સંસ્થા પાસે કોઈપણ દાતા ન હોય તેથી સંધ્યા ભોજનની વ્યવસ્થા જલારામ મંદિર ખાતે દેવાકર દાદા દ્વારા કરવામાં આવી. બપોરના ભોજન વ્યવસ્થા ફ્રી ટિફિન સર્વિસ દ્વારા કરવામાં આવી હતી. એક વર્ષમાં 16 નેત્રહીનો રોજગારી કરતા થઈ ગયા. મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ જે જમીન આપી હતી. 2014ની સાલમાં સંસ્થા મોરબીથી લક્ષ્મીનગર ગામે સ્થાપવામાં આવી. 2015માં મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આપેલ જમીન ઉપર સી. યુ .શાહ પ્રજ્ઞાચક્ષુ ભુવન સ્થાપના કરવામાં શરૂઆત કરી.

- text

2017 ની સાલમાં પ્રજ્ઞાચક્ષુ ભુવન બનાવવાનો વિચાર સંસ્થાને આવ્યો. તે જ સમયે નેત્રહીન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અને પ્રજ્ઞાચક્ષુ કર્મ વીર ભુવનનું ભૂમિ પૂજન યોજવામાં આવ્યું. આ સંસ્થાના 10 વર્ષ પૂરા કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં 16/06/2024 ના રોજ સંસ્થાનું ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જાહેર જનતાએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત તારીખ 07/01/2024ના રોજ મોરબી ખાતે સાયક્લોફન નામની ઇવેન્ટ કરી સાયકલ માટે લોકો ને જાગૃત કર્યા હતા. આ ઇવેન્ટમાં આશરે 1400 મોરબી વાસીઓએ 5 km 10 km અને 20 kmમાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ લીધેલ હતી.

- text