અષાઢી બીજે મોરબીમાં મચ્છુ માતાજીનો ભવ્ય રથયાત્રા મહોત્સવ યોજાશે

- text


મહાઆરતી, મહાપ્રસાદ, ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત મચ્છુ માતાજીના મંદિરે આગામી તારીખ 7 જુલાઈ ને રવિવારે અષાઢી બીજ નિમિત્તે ભવ્યાતિભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મચ્છુ માતાજીના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ (ફરાળ), ડાક ડમરૂ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભરવાડ-રબારી સમાજના એકતાના પ્રતીક એવા મોરબીવાળા શ્રી મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દર વર્ષની પરંપરા પ્રમાણે રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. 7 જુલાઈ ને રવિવારે અષાઢી બીજના પાવન દિવસે સવારે 9-30 કલાકે મચ્છુ માતાજીની જગ્યા- મહેન્દ્રપરા શેરી નંબર-17થી રથયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થશે. આ રથયાત્રામાં યુવક-યુવતીઓ દાંડીયા રાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતો રમતા મચ્છુ માતાજીના મંદિર (કોઠે), દરબારગઢ પહોંચશે. રથયાત્રામાં ગોપાલ ભરવાડ એન્ડ ગ્રુપ, ભાવેશ ભરવાડ અને સાવન ભરવાડ રાસની રમઝટ બોલાવશે. તો આ રથયાત્રામાં જોડાવવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

આ શોભાયાત્રામાં બનાસકાંઠાના થરાના મહાદેવ ગામના ઝાઝાવડાદેવ-ગ્વાલીનાથના મહંત મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી શિવપુરીજી મહારાજ, દ્વારકાના શિવપુરી ધામના મહેશપુરી (મુન્નાબાપુ) ઉપસ્થિત રહી દર્શનનો લાભ આપશે. આ ઉપરાંત મચ્છુ યુવા ગ્રુપ- મોરબી દ્વારા સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પધારનાર ભક્તો માટે મહાપ્રસાદ (ફરાળ)ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રાત્રે 10 કલાકે ડાક કલાકાર ભવદીપભાઈ રાવળદેવ ડાક ડમરૂની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં તમામ માતાજીના બાનાધારી ભુવાઓને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text