પ્લાસ્ટિક બેગ પર નિર્ભરતા ઓછી કરવાનું રિમાઈન્ડર આપતો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ

- text


પ્લાસ્ટિકથી જળ અને જમીન પ્રદુષણ ફેલાય છે કારણ કે તેનો નાશ થવામાં વર્ષોનો સમય લાગે છે

મોરબી : આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે 3 જુલાઇના રોજ ઉજવાય છે. આ દિવસે સમગ્ર દુનિયામાં વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને પ્લાસ્ટિક બેગ પર પોતાની નિર્ભરતા ઓછી કરવા માટે એક રિમાઈન્ડર તરીકે કામ કરે છે. હાલ સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે. પ્લાસ્ટિકથી જળ અને જમીન પ્રદુષણ ફેલાય છે કારણ કે તેનો નાશ થવામાં 100-200 વર્ષ જેટલો સમય લાગે છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકની બેગનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને તેનાથી પ્રદુષણની ગંભીર સમસ્યા ઉભી થઇ છે.

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિગ બેગ મુક્ત દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2009થી થઇ છે. તે એક વૈશ્વિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે, જેમાં પ્લાસ્ટિકની 19 જેટલી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકની થેલીઓ પ્રદૂષણ ફેલાવે છે, વન્ય જીવનને નુકસાન પહોંચાડે છે અને ડિકમ્પોઝ થવામાં સેંકડો વર્ષો લે છે, જેના કારણે ઈકો સિસ્ટમને મોટુ નુકસાન પહોંચે છે.


આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસનું મહત્વ

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવાનો હેતુ સામૂહિક ચેતના પેદા કરવા અને વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને પ્લાસ્ટિક બેગ પર પોતાની નિર્ભરતાને ઓછી કરવા, ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા અને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણની દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ પર્યાવરણ, વન્ય જીવન અને માનવ સ્વાસ્થ્ય પર પ્લાસ્ટિકની થેલીઓના હાનિકારક પ્રભાવોની યાદ અપાવે છે. આ પ્લાસ્ટિક કચરાને ઘટાડવા, ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિક બેગના ઉપયોગ સંબંધિત વ્યવહાર પરિવર્તનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત વિશે જાગૃતતા વધારે છે.

- text

આ દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના ઉપયોગને સીમિત કરવા માટે ઘણી નીતિઓ લાવવામાં આવી શકે છે. સ્વયંસેવી સમૂહ અને પર્યાવરણ સંગઠન ઘણી વખત સમુદ્ર કિનારા, પાર્ક અને અન્ય પ્રાકૃતિક વિસ્તારોથી પ્લાસ્ટિકની થેલીઓને એકત્ર કરવા અને હટાવવા માટે સફાઈ અભિયાન ચલાવે છે, જ્યારે વ્યવસાય અને છુટક વેપારી ખરીદી વખતે પોતાની સાથે રિયુઝેબલ બેગ લાવતા ગ્રાહકોને છુટ અને પ્રોત્સાહન રજૂ કરે છે, જેનાથી ટકાઉ વિકલ્પોના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકાય. સ્કુલ, યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થા આ દિવસનો ઉપયોગ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બેગના પર્યાવરણીય પ્રભાવો અને પ્લાસ્ટિક કચરાને ઘટાડવાના મહત્વ વિશે શિક્ષિત કરવાની તક તરીકે કરે છે.


- text