મોરબીમાં નકલી બિયારણ, દવા અને ખાતર વેચાતું હોવાની ગ્રાહક સુરક્ષા મંડળની ફરિયાદ

- text


મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને મોરબીમાં નકલી બિયારણ, દવા અને ખાતર વેચાતું હોવાની ફરિયાદ કરી છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવાયું છે કે, મોરબીમાં નકલી ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો પગપેસરો થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. તો ખેડૂતોના પાકને નુકસાન ન થાય અને તેઓની આખા વર્ષની મહેનત અફળ ન જાય તેમજ આર્થિક નુકસાન ન થાય તે માટે જાગૃતિ લાવવી જરૂરી છે. તેથી ખેતીવાડી અધિકારી તથા ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા દરેક જંતુનાશક દવાની દુકાનની તપાસ કરી નકલી વસ્તુ શોધી કાઢવી જરૂરી છે. કેમ કે સસ્તા ભાવે ખેડૂતોને આંબા આંબલી બતાવી નકલી વસ્તુ પધરાવી દે છે. જેના કારણે ખેડૂતોને આખા વર્ષની કમાણી ગુમાવવી પડે છે. તો તાત્કાલિક મોરબી જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવે અને આવા વેપારીઓને ખુલ્લા પાડવામાં આવે.

- text

- text