મોરબી સહિતની GMERS મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારા મુદ્દે વાલીઓમાં રોષ

- text


વાલીમંડળ દ્વારા ધારાસભ્યને ફી વધારો પરત ખેચવા કરી રજુઆત

મોરબી : સરકાર દ્વારા મોરબી સહિતની GMERS મેડિકલ કોલેજમાં તોતિંગ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આજે મોરબી વાલીમંડળ દ્વારા GMERS મેડિકલ કોલેજમાં જે ભાવવધારો કરેલ છે તે પાછો ખેંચવા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા અને મોરબીના ધારાસભ્ય સમક્ષ રજુઆત કરી આ ફી વધારાને સંપૂર્ણ પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે.

આ રજુઆત અનુસાર, આ વર્ષે સરકારે GMERS મેડિકલ કોલેજમાં ફીમાં અંદાજે 70% જેટલો વધારો કરી વિધાર્થીઓને તથા વાલીઓને આધાત સાથે આંચકો આપવાનું કાર્ય કર્યું છે. ગુજરાત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ બાદ બોન્ડ મુજબ ગુજરાતમાં સેવા પણ આપે છે. ત્યારે સરકારી જમીન પર તથા સરકારી ખર્ચે બનનારી GMERS મેડિકલ કોલેજમાં ફીમાં આટલો વધારોએ સામાન્ય માણસોને દાઝયા પર ડામ જેવી સ્થિતિ છે. વળી આ વર્ષે NEET પરીક્ષામાં પણ જોવા મળેલી અનિયમિતતાને લીધે વિધાર્થીઓ અને વાલીઓ પહેલેથી વ્યથિત છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર જેના હૈયે હંમેશા પ્રજા હિત રહ્યું છે તે વિધાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં લઈ આ ફી વધારાને સંપૂર્ણ પાછો ખેંચી મેડિકલ શિક્ષણને સામાન્ય માણસના બાળકોની પહોંચમાં હોય તેવું બનાવે તેવી અમારી લાગણી અને માંગણી છે.

આ અંગે યોગ્ય રસ લઈ ઉચ્ચ સ્તરે યોગ્ય અને અસરકારક રજૂઆત કરી લોકહિતમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરવામાં આવી છે. ત્યારે આ દરમ્યાન ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાએ આગળ રજુઆત કરવાની અને બનતી બધી મદદ કરવાની બાહેધરી આવી છે.

- text

- text