75.26 ! સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો 

- text


ગુજરાત ગેસ કંપની દ્વારા રાત્રે 12 વાગ્યાથી ભાવ વધારો લાગુ કરાશે 

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા બુધવારે ગુજરાત અને હરિયાણા રાજ્ય માટે સીએનજીના નવા ભાવ જાહેર કર્યા છે, નવા ભાવ મુજબ ગુજરાત ગેસ કંપનીએ ગુજરાતમાં સીએનજીના ભાવમાં રૂપિયા એકનો વધારો કરતા નવો ભાવ રૂપિયા 75.26 પૈસા થયો છે આ ભાવ વધારો બુધવારે મધ્યરાત્રીથી લાગુ કરાશે.

- text

ગુજરાત ગેસ કંપની દ્વારા રાજ્યમાં વાહનોમાં વપરાતા સીએનજીના ભાવમાં એક રૂપિયાના વધારા સાથે નવો ભાવ રૂ.74.26 કર્યો છે, ગુજરાત ગેસ કંપનીએ ગુજરાત તેમજ હરિયાણા રાજ્યમાં બુધવારે મધ્યરાત્રીથી નવા ભાવ અમલી બનાવતા આ ભાવ વધારાની સીધી અસર શહેર અને જિલ્લાના હજારો રિક્ષા ચાલકો અને ફોર વ્હીલ ગાડીઓના ચાલકો પર પડી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે ગુજરાત ગેસ કંપનીએ પાઈપલાઈન ગેસના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો હોવાનું જાણવા મળે છે.

- text