૩ જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. ૩ જુલાઈ, ૨૦૨૪ છે. આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત ૨૦૮૦, માસ જેઠ, પક્ષ વદ, તિથિ બારસ, વાર બુધ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


 

મહત્વપૂર્ણ ઘટનાઓ

1938 – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.

1972 – ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી શિમલા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

1989 – સોવિયેત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ આન્દ્રે ગ્રોમીકોનું અવસાન થયું.

1992 – રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં પૃથ્વી પરિષદની શરૂઆત.

1999 – કુવૈતમાં 50 સભ્યોની સંસદીય ચૂંટણીઓ પૂર્ણ થઈ.

2000 – લાયસેનિયા કારસે ફિજીના વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત.

2004 – રશિયાની મારિયા શારાપોવા મહિલા વિમ્બલ્ડન ચેમ્પિયન બની.

2005 – મહેશ ભૂપતિ અને મેરી પિયર્સે વિમ્બલ્ડન ટેનિસનું મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું.

2006 – ભારતીય ક્રિકેટ ટીમ કેરેબિયન ટાપુ પર 35 વર્ષ પછી પ્રથમ વખત જીતી. સ્પેને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આશા વ્યક્ત કરી હતી.

2006 – અવકાશી પિંડ (Asteroid) ‘2004 XP14’, પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિ.મી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકના અંતરેથી પસાર થયો.

2007 – વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીએ તેમની પત્ની પદ્મા લક્ષ્મીથી છૂટાછેડાની ઘોષણા કરી.

2008 – ન્યૂયોર્કમાં દલિતોનું સંમેલન શરૂ થયું.

2017 – અચલ કુમાર જ્યોતિને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1616 – શાહ શુજા (મુગલ) – મુગલ સમ્રાટ શાહજહાંનો પુત્ર

1820 – જે. વી. એસ. ટેલર, બાઇબલના ગુજરાતી અનુવાદક અને સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી (અ. ૧૮૮૧)

1883 – ફ્રાન્ઝ કાફકા, જર્મન ભાષી બોહેમિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક (અ. ૧૯૨૪)

1886 – રામચંદ્ર દત્તાત્રેય રાનડે – ફિલસૂફીના પ્રખ્યાત વિદ્વાન અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ફિલસૂફી વિભાગના અધ્યક્ષ હતા

- text

1892 – હબીબ ઉર રહેમાન લુધિયાનવી – ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.

1897 – હંસા મહેતા – ભારતના પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણશાસ્ત્રી.

1918 – એસ. વી. રંગા રાવ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૧૯૭૪)

1941 – અદૂર ગોપાલકૃષ્ણન – મલયાલમ સિનેમા અને ભારતના ટોચના ફિલ્મ નિર્માતા.

1952 – રોહિન્ટન મિસ્ત્રી – એક પ્રખ્યાત ભારતીય કેનેડિયન નવલકથાકાર

1952 – અમિતકુમાર ગાંગુલી, ભારતીય પાર્શ્વ ગાયક, અભિનેતા, દિગ્દર્શક, સંગીત દિગ્દર્શક અને સંગીતકાર

1969 – દિગેન્દ્ર સિંહ – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતના બહાદુર સૈનિક.

1971 – જુલિયન અસાંજે, ઓસ્ટ્રેલિયન પત્રકાર, પ્રકાશક, ઈન્ટરનેટ કાર્યકર્તા અને વ્હિસલ બ્લોઅર વેબસાઈટ વિકિલીક્સના મુખ્ય તંત્રી અને પ્રવક્તા

1973 – સૌમ્ય જોશી, ગુજરાતી કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા

1979 – આરતી સિંહ રાવ – ભારતના નિશાનેબાજ ખેલાડી.

1980 – હરભજન સિંઘ (Harbhajan Singh), ભારતીય ક્રિકેટર.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1948 – મોહમ્મદ ઉસ્માન – ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રથમ યુદ્ધ (1947-48)માં શહીદ થયા હતા.

1982 – કેદાર પાંડે – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી.

1996 – રાજ કુમાર – હિન્દી ફિલ્મ અભિનેતા.

1999 – મનોજ કુમાર પાંડે – ભારતીય સૈનિક પરમવીર ચક્રથી સન્માનિત (જ. ૧૯૭૫)

2015 – યોગેશ કુમાર સભરવાલ – ભારતની સર્વોચ્ચ અદાલતના 36મા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ.

2019 – સુદર્શન અગ્રવાલ – ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.

2020 – સરોજ ખાન – ભારતના પ્રખ્યાત કોરિયોગ્રાફર. (જ. ૧૯૪૮)


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


- text