આ છે મોરબીનો વિકાસ : વાવડી રોડ ઉપર ખુલ્લી ગટરમાં નંદી ખાબક્યો

- text


સ્થાનિક સેવાભાવીઓએ મહામહેનતે રેસ્કયુ હાથ ધર્યું, નંદી ઇજાગ્રસ્ત થતા સારવાર પણ અપાઈ 

મોરબી : મોરબી નગરપાલિકાની બેદરકારીના કારણે આજે એક નંદી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ખાબક્યો હતો. જો કે સ્થાનિક સેવાભાવી યુવાનોએ આ નંદીનું રેસ્કયુ હાથ ધરી તેનો જીવ બચાવી લીધો હતો.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં ખુલ્લી ભૂગર્ભ ગટરો જોખમી બની છે. આજે સાંજના અરસામાં એક નંદી ગટરમાં ખાબક્યો હતો. અંદાજે બે કલાક જેટલો સમય આ નંદી ગટરમાં 10 ફૂટ ઊંડે તેમાં પીલાયો હતો. સ્થાનિક સેવાભાવી યુવાનોએ આ નંદીને મહામહેનતે જેસીબીની મદદથી બહાર કાઢ્યો હતો.

- text

જો કે આ નંદી ઇજાગ્રસ્ત થયો હોય નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ, માધવ ગૌ શાળા અને યદુનંદન ગૌ શાળાના ગૌ સેવકો, રાજપૂત કરણી સેના સહિતના સેવાભાવીઓએ દોડી આવી તેની સારવાર કરી હતી. ઉપરાંત તેને બહાર કાઢવામાં પણ મદદ કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વાવડી રોડ ઉપર આ એક ખુલ્લી ગટર નથી. આવી તો અનેક છે. આજે આ નંદી ગટરમાં પડ્યો છે. નગરપાલિકા કોઈ માણસ અંદર પડી જીવ ગુમાવે તેની રાહ જોઈ રહી હોય તેવું લાગે છે.

- text