મોરબીનાં સામાકાંઠે આવેલા સ્મશાનના પરિસરની દીવાલ ધરાશાયી

- text


મોરબી : મોરબીમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. રાત્રીના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાની ફરિયાદો ઉઠી છે. અને માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ દરમ્યાન મોરબીનાં સામાકાંઠે આવેલા સ્મશાનનાં પરિસરની દીવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

- text

મળતી માહિતી અનુસાર, મોરબીના સમાકાંઠે સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ આવેલું છે. ત્યાંથી અરુણોદય રોટરીનગર વિસ્તારોનું પાણી ત્યાંથી નદીમાં જાય છે. ત્યાં બાજુમાં સ્મશાન ગૃહ છે જેની 8 ફૂટ ઊંચી અને 40 ફૂટ લાંબી દીવાલ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં પાણીના નિકાલ માટે 10 ફૂટ જેટલું ખુલ્લું નાલું બનાવવામાં આવ્યું હતું. ત્યારે ગત રાત્રી દરમ્યાન ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં વધારો થતાં સ્મશાન ગૃહની આ દીવાલ ધરાશાયી થઈ હતી. ત્યારે હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

- text