મોરબીમાં સોમવારની રાત્રીના ફરીથી વરસાદ શરૂ થયો : રાત્રે 12 સુધીમાં વધુ અડધો ઇંચ નોંધાયો

- text


મોરબીમાં રાત્રીના ભારે વરસાદની આગાહી

મોરબી : મોરબીમાં સોમવારે સાંજે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડ્યા બાદ સાંજે 7.30 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. અને રાત્રીના અગિયાર વાગ્યા બાદ ફરીથી વરસાદ શરૂ થયો હતો.

સોમવારે રાત્રીના મોરબી શહેરમાં થોડીવાર ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે રાત્રીના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં રાત્રીના મોરબી શહેરમાં આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો હતો. અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. જોકે મોરબી શહેરમાં રાત્રીના 12 વાગ્યા સુધીમાં વધુ 11 mm એટલે કે અડધો ઇંચ જ વરસાદ નોંધાયો હતો. હાલ રાત્રે 12.20 આસપાસ વરસાદનું જોર ઘટયું હતું. પરંતુ વીજળીના ભારે કડાકા ભડાકા ચાલુ રહ્યા હતા. મોરબીમાં વહેલી સવાર સુધી વરસાદ પડવાની આગાહી છે. મોરબી આજે સોમવારે સવાર થી રાત્રિના 12 વાગ્યા સુધિમાં કુલ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

- text

- text