મોરબીમાં દલવાડી સર્કલ પાસે ખાડો જીવલેણ બને તેવી ભીતિ 

- text


મોરબી : મોરબીમાં દલવાડી સર્કલથી આવાસ યોજના પાસે આવેલ કેનાલના નાલામાં લાંબા સમયથી મસમોટો ખાડો પડ્યો છે. જેમા અવાર નવાર વાહન ફસાતા હોઈ છે. વરસાદના કારણે પાણી ભરાતા લોકો પણ અહી પડતા હોય છે. તેવામાં આજે પણ એક કાર અહીં ફસાઈ હતી. આ ખાડો હવે જીવલેણ બને તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text

- text