સ્થાનિકોની ફરિયાદને પગલે પોલીસ સિરામિક સિટીમાં ભાડુઆતોની તપાસ કરશે 

- text


સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રેહવા મામલે હંગામો થયા બાદ સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી : બે લોકોની અટકાયત

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં ભાડે રહેતી સ્પામાં કામ કરતી યુવતીઓને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. અને બે દિવસ પેહલા સ્થાનિકોએ સ્પામાં કામ કરતી યુવતીઓના ફ્લેટમાં જનતા રેડ કરતા દારૂ સહિતની બોટલો પણ મળી આવી હતી. તેવામાં આ યુવતીને મળવા આવનાર બે લોકોને સ્થાનિક મહિલાઓએ એપાર્ટમેન્ટમાં પ્રવેશતા રોક્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના સિરામિક સિટીમાં રહેતા મહિલાઓએ બી ડિવિઝન પોલીસને લેખિતમાં ફરિયાદ આપી છે કે તા.1ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં સ્થાનિક મહીલાઓ એપાર્ટમેન્ટની નીચે બેઠા હતા. એપાર્ટમેન્ટમાં સ્પામાં કામ કરતી મહીલાઓ રહેતી હોવાથી તકલીફ થતી હોય જેથી બધાએ નક્કી કરેલ કે અહી સ્પામાં કામ કરતી મહીલાઓને રહેવા દેવી નથી. આ અંગે મકાન માલીકને પણ વાત કરેલ હતી.

- text

આ વેળાએ અહીં એક ગાડી લઈને અમુક ઈસમો આવેલ હતા. જેથી અમે તેમને કહેલ કે તમે જો અહીં એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તમારે અંદર જવાનું છે. ત્યારે ગાડીમાં આવેલ બન્ને ઈસમોએ એપાર્ટમેન્ટમાં તો જઈશુ તેવું કહી બોલાચાલી કરેલ હતી. બાદ કોઈ એ 112માં ફોન કરેલ હોય જેથી પોલીસ આવેલ અને ત્યારે એક ઇસમ ત્યાંથી જતા રહેલ હતા અને બીજાને પોલીસ અહીં લાવી છે. આ બન્ને વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આ અરજી બાદ પોલીસે બન્ને શખ્સો સામે અટકાયતી પગલાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે લલાપર પાસે આવેલા સિરામિક સિટીમાં જઈ કેટલા ફ્લેટ ભાડા ઉપર છે તેના ભાડુઆતની વિગતો એમનાં આઈકાર્ડ સહિતની બાબતોને લઈને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text