Morbi: ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે. એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા સહિત મોરબી જિલ્લા ભાજપ, શહેર ભાજપ, તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text