મોરબીના જુના ઘુંટુ રોડ પર નહેરમાં ફરી અનેક માછલાના મોત

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો યુનિટ-2ની સામે નહેરમાં અનેક માછલાઓના મોત થયા છે. પાણીમાં ટપોટપ માછલાના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

મોરબી શહેર અને જિલ્લામાં અવાર નવાર નદી-નાળા અને નહેરોમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય છે. જેના કારણે માછલાઓના મોતના અવાર નવાર સમાચાર સામે આવતા હોય છે. ત્યારે જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો યુનિટ-2ની સામે નહેરમાં ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલાઓ જોવા મળ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણીમાં કોઈએ કેમિકલયુક્ત પાણી નાખ્યું હોવાથી માછલાઓના મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. માછલાઓના મોત થતાં ત્યાં આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાય રહી છે. આસપાસ અનેક ફેક્ટરીઓ અને કારખાના હોય અનેક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે દુર્ગંધ આવતી હોય લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

- text

- text