મચ્છુ 3 ડેમનાં આવક વધી : એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલાયો 

- text


ડેમી 2 ડેમમાં પણ પાણીની આવકમાં વધારો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે છેલ્લા બે દિવસથી મોરબી શહેરમાં અને આસપાસ સારો વરસાદ પડે છે. જેથી મોરબી શહેરથી આગળ આવેલા મચ્છુ 3 ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં સોમવારે રાત્રિના 12 વાગ્યે ડેમનો એક દરવાજો અડધા ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે.

- text

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ સોમવારે રાત્રીના 12 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી પાસે આવેલા મચ્છુ 3 ડેમમાં પાણીની આવક વધીને 417 કયુસેક થયા રૂલ લેવલ જાળવવા મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખુલ્લો રાખવાની ફરજ પડી છે. જ્યારે મચ્છુ 3 ડેમ હાલમાં 70 ટકા જેટલો ભરેલો છે. જ્યારે જિલ્લામાં ડેમી 2 ડેમમાં પણ પાણીની આવક વધીને 1198 કયુસેક પોહચી છે. જોકે ડેમી 2 ડેમ હજુ માત્ર 10 ટકા જેટલો જ ભરાયો છે. જ્યારે અન્ય ડેમોની સોમવારના રાત્રીના 12 વાગ્યાની સ્થિતિ પર નજર કરીએ તો મચ્છુ 1 ડેમ માત્ર 8 ટકા અને મચ્છુ 2 ડેમ માત્ર 18 ટકા જેટલો જ ભરાયેલા છે. જ્યારે બ્રાહ્મણી 2 અને ધોડાધ્રોઈ ડેમ 60 ટકા આસપાસ અને બાકીના ડેમ 5 થી 12 ટકા આસપાસ જ ભરાયેલા છે. અને હું કોઈ ડેમમાં નોંધનીય આવક નોંધાઇ નથી.

- text