૨ જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. ૨ જુલાઈ, ૨૦૨૪ છે. આજે વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત ૨૦૮૦, માસ જેઠ, પક્ષ વદ, તિથિ અગિયારસ, વાર મંગળ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1306 – 2 જુલાઈ, 1306ના રોજ અલાઉદ્દીન ખિલજીએ સિવાણા પર હુમલો કર્યો ત્યારે આ કિલ્લો કાન્હાદેવના ભત્રીજા ચૌહાણ સરદાર શીતલદેવના કબજામાં હતો.
1698 – ‘થોમસ સવરી’ (Thomas Savery)એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું.
1823 – બ્રાઝિલમાં પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. બાહિયા પ્રદેશ સ્વતંત્ર થયો.
1850 – ‘બેન્જામિન જે.લેન’ દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્ક (Gas mask)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા.
1897 – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની (Guglielmo Marconi)એ, લંડનમાં રેડિયો (Radio)નાં પેટન્ટ હક્કો મેળવ્યા.

1940 – બ્રિટિશ સરકારે સુભાષ ચંદ્ર બોઝની 2 જુલાઈ, 1940ના રોજ બળવાને ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી.
1962 – વોલમાર્ટે તેનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો.
1972 – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી માટે શિમલા કરાર કરવામાં આવ્યા.
1985 – આન્દ્રે ગ્રોમીકો સોવિયેત સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા.

2001 – કૃત્રિમ હૃદયનું પ્રથમ પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
2002 – સ્ટીવ ફોસેટ બલૂનમાં વિશ્વભરમાં એકલા ઉડાન ભરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
2004 – ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જકાર્તામાં પરસ્પર મંત્રણા કરી.
2006 – ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમના કેપ્ટન ડેવિડ બેકહામે પોતાનું પદ છોડ્યું.
2013 – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે પ્લુટોના ચોથા અને પાંચમા ચંદ્ર , કેર્બેરોસ અને સ્ટાયક્સનું નામકરણ કર્યું.

પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ

1893 – ચંદુલાલ માધવલાલ ત્રિવેદી – આંધ્ર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા.
1901 – કાલિંદી ચરણ પાણિગ્રહી – પ્રખ્યાત ઉડિયા કવિ, નવલકથાકાર, વાર્તા લેખક, નાટ્યકાર અને નિબંધકાર હતા.
1925 – સ્વામી રામ – ભારતીય યોગાચાર્ય હતા.
1941 – આશલતા વાબગાંવકર – મરાઠી અને હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
1945 – વિદ્યા વિંદુ સિંહ – લોક સાહિત્ય ક્ષેત્રે જાણીતું નામ છે.
1948 – આલોક ધનવા – પ્રખ્યાત જનકવિ.

1954 – મોહમ્મદ અઝીઝ – ભારતના પ્રખ્યાત પ્લેબેક સિંગર હતા.
1956 – તુફાની સરોજ – તુફાની સરોજ તેરમી અને પંદરમી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
1962 – મુક્તાબેન ડગલી, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગુજરાત, ભારતના એક સામાજિક કાર્યકર
1983 – સુહાસ એલ.વાય. – ભારતની પેરા બેડમિન્ટન ખેલાડી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1919 – અમૃતલાલ પઢિયાર, ગાંધીયુગ પૂર્વેના લેખક (જ. ૧૮૭૦)
1928 – નંદકિશોર બલ, ઓડિયા ભાષાના સાહિત્યકાર, કવિ
1932 – મનુએલ બીજો, પોર્ટુગલના રાજા
1934 – અસિત ભટ્ટાચાર્ય – ભારતના મહાન ક્રાંતિકારી હતા.
1950 – યુસુફ મહેરઅલી – સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતા. (જ. ૧૯૦૩)

1961 – અર્નેસ્ટ હેમિંગ્વે – અમેરિકન નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને પત્રકાર હતા.
1963 – સેંટ બાર્નેસ નિકોલ્સન, અમેરિકન ખગોળશાસ્ત્રી
1996 – રાજકુમાર, હિંદી ચલચિત્ર અભિનેતા

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)