જુના સાદુળકા ગામે સિરામિક કંપનીના પ્રદુષણથી જમીનને નુકસાન થતું હોવાની ખેડૂતની ફરિયાદ

- text


મોરબી : મોરબીના જુના સાદુળકા ગામે જમીન ધરાવતા દાદાશ્રીનગર (અમરનગર) ગામના ત્રિભોવનભાઈ ગોકળભાઈ અઘારાએ ગાંધીનગર ખેતી નિયામક અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને પોતાના ખેતરને અડીને આવેલા સિરામિક કારખાના દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાથી તેઓની જમીનને નુકસાન થતું હોવાની ફરિયાદ કરી છે.

ત્રિભોવનભાઈ અઘારાએ જણાવ્યું છે કે, જુના સાદુળકા ગામે તેમની જમીન આવેલી છે તેની લગોલગ આવેલી સિરામિક ટાઈલ્સ બનાવતી કંપની પણ આવેલી છે. આ સિરામિક કંપની દ્વારા ટાઈલ્સના ઉત્પાદન માટે ચીમનીથી થતાં ધુમાડાના કારણે તેમની જમીનમાં વાવેતર કરેલા કપાસના પાકને નુકસાન થાય છે. ઉગેલો પાક બળી જાય છે. હાલમાં ઉગાડેલો કપાસ પ્રદુષણથી બળી ગયો છે અને હજુ વધુ નુકસાન થાય તેવા ધુમાડા કપાસને સુકવી નાખે છે. ખેડૂત ત્રિભોવનભાઈ અઘારાએ આરોપ લગાવ્યો છે કે ઓદ્યોગિક પ્રદૂષણથી તેમની જમીનમાં કપાસનું વાવેતર તથા ગામના ઝાડ સુકાઈ ગયા છે. તેમજ ગામમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર સમસ્યા હોવાનું જણાવી દાદાશ્રીનગર ગામના લોકોએ મોરબી જિલ્લા કલેક્ટર અને ખેતી નિયામકને લેખિત અરજી કરીને આ બાબતે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી છે.

- text

- text