વાંકાનેરના લુણસરિયા ગામે ઢોર બાંધવા મુદ્દે ભાઈ, ભાભી અને ભત્રીજાએ માર માર્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે શેઢે ઢોર નહિ બંધવાનું કહેતા ભાઈ, ભાભી અને ભત્રીજા સહિતના ત્રણ આરોપીઓએ ભાઈ ઉપર જ હુમલો કરી માર મારતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા ચતુરભાઈ તેજાભાઈ જીંજરીયાએ આરોપી ભાઈ સોમાભાઇ તેજાભાઈ જીંજરીયા, સંજય સોમાભાઇ જીંજરીયા અને પાચુબેન સોમાભાઇ જીંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓને શેઢે ઢોર નહિ બંધવાનું કહેતા સારું નહીં લાગતા ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચડતા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text