મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 70 ટકા ભરાતા નીચાણવાળા ગામોને અપાયું એલર્ટ

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના કારણે મોરબી તાલુકાના ઘોડાધ્રોઈ ડેમ હાલ 70 ટકાથી વધુ ભરાય ગયો છે. જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે જ ઘોડાધ્રોઈ ડેમની સપાટી 70 ટકાએ પહોંચી ગઈ હતી. જેથી હવે ડેમ પૂર્ણ ભરાતા/રુલ લેવલ જાળવવા ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. તેથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર ન કરવી તેમ સૂચના આપવામાં આવી છે. સાથે જ મોરબીના જીવાપર, ચકમપર, જીકીયારી, જેતપર (મચ્છુ), રાપર, સાપર, સુલતાનપુર, મણાબા, ચીખલી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

- text

- text