સરવડ સેવા સહકારી મંડળી ખાતે પ્રમુખ તરીકે મગનભાઈ સરડવાની બિન હરીફ વરણી

- text


ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની બિનહરીફ વરણી થતા ગ્રામજનો અને આગેવાનોએ પાઠવ્યા અભિનંદન 

મોરબી : સરવડ સેવા સહકારી મંડળી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે મગનભાઈ મોહનભાઇ સરડ્વા, ઉપપ્રમુખ પદે ઘનશ્યામ ચતુરભાઈ બોપલિયા તેમજ કારોબારી સભ્યો તરીકે ચિરાગ ભરતભાઈ ફૂલતરિયા, પ્રાગજી રાઘવજીભાઈ ઓડિયા, મણિલાલ પ્રભુભાઈ કાલરીયા, પ્રભુ નાગજીભાઇ કાવર, વિનોદ રામજીભાઇ સરડ્વા, રવજીભાઇ શિવાભાઇ વીરમગામા, શારદાબેન ચતુર લોદરિયા, રમેશ બચુભાઈ વિલપરા, ગૌરીબેન જયંતિલાલ કાવર, રમેશભાઈ જાદવજીભાઈ ચનીયારા, જસમત હરખાભાઇ લોદરિયા, ઘનશ્યામ નાઠાભાઇ વિલપરા, કાંતિલાલ અમરશીભાઈ આદરોજાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

સરવડ સેવા સહકારી મંડળીમાં બિનહરીફ વરણી થવા બદલ નવનિયુક્ત તમામ હોદેદારોને સરવડના તમામ ગ્રામજનો અને આગેવાનો ગોપાલભાઈ સરડ્વા, કિશોરભાઇ ચીખલીયા, દુલભજીભાઈ વિરમગામા, ધનજીભાઇ દેવજીભાઇ સરડ્વા સહિતના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

- text

- text