હળવદ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાન ડુબ્યા,એકને બચાવાયો 

- text


ફાયરની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરાય

હળવદ : હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં વિશ્વાસ હોમ્સ પાસે આજે સવારના 9 વાગ્યાની આસપાસ બે શ્રમિક યુવાનો નાહવા માટે પડ્યા હતા.જેમાં ડૂબી રહેલ બે યુવાનોમાંથી એકને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે.જ્યારે એકની હાલ નર્મદા કેનાલમાં શોધખોળ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ વિશ્વાસ હોમ્સ પાસે આજે નવેક વાગ્યાની આસપાસ મૂળ મધ્યપ્રદેશના અને હાલ શહેરના સિદ્ધિવિનાયક માં રહેતા ગોપાલભાઈ માંગીલાલ ભીલ ઉંમર વર્ષ 25 અને દિનેશભાઈ ભીલ નર્મદા કેનાલમાં નાહવા માટે પડ્યા હતા જોકે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી બંને યુવાનો ડૂબ્યા હતા. ડૂબી રહેલ બંને યુવાનો સ્થાનિક લોકોના ધ્યાને આવતા દિનેશભાઈ ભીલને બચાવી લેવાયા હતા.જ્યારે ગોપાલભાઈ પાણીમાં ગરકાવ થઈ જતા હાલ હળવદની ફાયર ની ટીમ તેમજ પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

- text