મોરબી નજીક છરીની અણીએ લૂંટ ચલાવનાર બે લૂંટારું પકડાયા

- text


મોબાઈલ અને રોકડ ઝુંટવી છરીની ઘા ઝીકી નાસી ગયા

મોરબી : મોરબીમા સીટી બી ડિવિઝન પોલીસ મથકથી અડધો કિલોમીટર દૂર કારખાનેથી પગપાળા મિત્રના રૂમે જઈ રહેલા બે શ્રમિકને લૂંટી ફરાર થઇ ગયેલા બે લૂંટારુઓને સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલીન્દ્રેશ્વર મંદિર રોડ ઉપર સનવર્લ્ડ સિરામિક કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ગૌતમ હરિચંદ્ર વર્મા ઉ.26 નામનો યુવાન પોતાના મિત્ર આશિષ વર્મા સાથે ઉંચી માંડલ ગામે રહેતા તેમના મિત્રના રૂમે જવા હાઇવે સુધી પગપાળા જતા હતા ત્યારે ક્લીન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક પહોંચતા જ પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સોએ આશિષ વર્માનો ફોન ઝુંટવી ગૌતમને પણ ફોન આપી દેવા જણાવતા ગૌતમે ફોન આપવા ઇન્કાર કરતા ખિસ્સામાથી રૂપિયા 500 કાઢી લઈ ગાળો આપવાનું શરૂ કરતા ગાળો આપવાની ના પાડતા એક શખ્સે છરીનો ઘા ઝીકી લૂંટ ચલાવી નાસી ગયા હતા.

- text

બીજી તરફ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આજે માળીયા ફાટક ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન લુંટના આરોપીઓ મોટર સાયકલ લઇને માળીયા ફાટક બાજુ આવતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી મયુરભાઈ ઉર્ફે મયલો મોતીભાઈ સુસરા રહે. વીશીપરા, મેઈન રોડ, ખાદી ભંડારની બાજુમા મોરબી તેમજ સાહીલ ઉર્ફે સાયલો ઈલ્યાસભાઈ કટીયા, રહે. વીશીપરા, ચાર ગોડાઉન પાસે. રોહીદાસ પરા રોડ મોરબી વાળાને લુંટમા ગયેલ મુદ્દમાલમાં રીયલમી કંપનીનો મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 500 સાથે ઝડપી લઈ ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ સફળ કામગીરી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા, પીએસઆઇ એસ.વી.સામાણી, હેડ કોન્સટેબલ ભગવાનભાઇ ખટાણા, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, ભરતભાઇ જીલરીયા, રાજેશભાઇ નરશંગભાઇ, વિજયભાઇ મુળુભાઇ, કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ જેસંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, કમલેશકુમાર ગોવિંદભાઇ, ધર્મેન્દ્રભાઈ મગનભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ તેમજ યોગેશદાન ગઢવી સહિતના સ્ટાફે કરી હતી.

- text