હળવદના માથક ગામની સીમમાંથી મોટરના કેબલની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમમાંથી ઈલેક્ટ્રીક મોટરના કેબલ વાયરની ચોરીના ગુનામાં હળવદ પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ ઝબ્બે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગત 29 જૂનના રોજ રાત્રે 9 વાગ્યા પહેલા માથક ગામની સીમમાં આવેલા ડો. મનસુખભાઈ પટેલની વાડીએથી મોટરનો ઈલેક્ટ્રીક કેબલ આશરે 71 મીટર જેની કૂલ કિંમત 14200 રૂપિયા થતી હોય તેની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હળવદના શિરોઈ ગામના પાટીયા પાસેથી આ ગુનાના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપી માનસીંગ રાવજી બારીયા ચૌહાણ (ઉં.વ. 46), (રહે. હાલ રણછોડગઢ ગામની સીમમાં મુનાભાઈની વાડીએ, તા. હળવદ, મૂળ રહે ચૌબીસો કા પાર્ડલા, જિ, બાંસવાડા, રાજસ્થાન) અને મિથુન રૂપજી બારીયા ચૌહાણ (ઉં.વ. 35) ), (રહે. હાલ રણછોડગઢ ગામની સીમમાં મુનાભાઈની વાડીએ, તા. હળવદ, મૂળ રહે ચૌબીસો કા પાર્ડલા, જિ, બાંસવાડા, રાજસ્થાન) પાસેથી 71 મીટર ચોરીમાં ગયેલો ઈલેક્ટ્રીક કેબલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text