મોરબીમાં ધો. 12ના વાણિજ્ય વ્યવસ્થા પેપરમાં 2 અને ધો.10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં 21 પરીક્ષાર્થીઓ ગેરહાજર 

- text


મોરબી : મોરબીમાં ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં આજે તારીખ 1-7-2024ના રોજ ધોરણ-12માં વાણિજ્ય વ્યવસ્થા-46નું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં વાણિજ્ય વ્યવસ્થાના પેપર માટે કુલ 55 પરીક્ષાર્થીઓની નોંધણી થઈ હતી. જેમાંથી 53 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 2 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

આ સાથે જ આજે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન (10)નું પેપર લેવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન માટે કુલ 130 પરીક્ષાર્થીઓની નોંધણી થઈ હતી. જેમાંથી કુલ 109 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 21 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text