મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયા

- text


21 લાભાર્થી બહેનોને 3 માસનો કોર્ષ પૂરો થતા અપાયા સર્ટિફિકેટ 

મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીના ગ્રીન ચોક કુબેરનાથ મંદિર પાસે આવેલી લુહાર શેરીમાં સંચાલિકા જાગૃતિબેન પરમાર દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં 21 લાભાર્થી બહેનોને 3 માસનો કોર્ષ પૂરો થતા તાલીમના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સર્ટિફિકેટ ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા તથા શારદાબેન આદ્રોજા, બાલુભાઈ કડીવાર, ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, મહિલા કાર્યકર દર્શનાબેન તથા ઉષાબેન અને કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેનના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ કેન્દ્રના એક લાભાર્થી બેનનો જન્મદિવસ હોવાથી કેક કાપીને ગંગા સ્વરૂપ સહાય સમિતિના સભ્યો તથા સિવણ તાલીમ કેન્દ્રના તમામ બહેનોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં સંચાલિકા જાગૃતિબેન તરફથી તમામ બહેનોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ ખુશાલીમાં તમામ બહેનોએ ગરબા ગાઈ આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા અને સભ્ય ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ દરેક લાભાર્થી બહેનોને જણાવ્યું હતું કે, આ સેવાકીય સિવણ કેન્દ્રના માધ્યમથી આપ રોજીરોટી મેળવો તથા કુટુંબ અને સમાજ માટે ઉપયોગી બનો તેવા હેતુથી આ સિવણ કેન્દ્રો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમના અંતે દર્શનાબેન ભટ્ટે આભાર વિધિ હતી.

- text

- text