સૌરાષ્ટ્ર વરસાદ અપડેટ : કલ્યાણપુર -માણાવદરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 7-7 ઈંચ વરસાદ

- text


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : જૂનાગઢ, ધોરાજી, વંથલી, કેશોદમાં 5થી 6 ઈંચ : રાજકોટમાં એક ઈંચ વરસાદ

મોરબી : રાજ્ય પર એક સાથે બે-બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા પાંચ દિવસ મેઘરાજા ભુક્કા બોલાવશે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેમાં જૂનાગઢના માણાવદર અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7-7 ઈંચ વરસાદ વરસવાની સાથે જૂનાગઢ, ધોરાજી, વંથલી, કેશોદમાં 5થી 6 ઈંચ તેમજ રાજકોટમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. સાથ જ સોમવારે સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 202 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.

રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પોરબંદરમાં થયેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ-પોરબંદર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે તો દ્વારકાના કલ્યાણપુરના લાંબામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી જ્યારે રાવલ ગામ બેટમાં ફેરવાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ગઈકાલે આઠ ઈંચથી વધુ વરસાદ પડ્યા બાદ સોમવારે સાંજના છ વાગ્યા સુધીમાં વધુ 7 ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે.

- text

ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 174 મીમી, માણાવદરમાં 164 174 મીમી, ખંભાળિયામાં 156 174 મીમી, કેશોદમાં 155 174 મીમી, વંથલીમાં 154 174 મીમી, મેંદરડામાં 134 174 મીમી, જૂનાગઢમાં 130 174 મીમી, ધોરાજીમાં 127 174 મીમી, વિસાવદરમાં 117 174 મીમી, કોડીનારમાં 109 174 મીમી, દ્વારકામાં 104 174 મીમી, સુરતના બારડોલીમાં 105 174 મીમી, વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સોમવારે વહેલી સવારથી જ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને જુનાગઢને ઘમરોળી નાખ્યું હતું સૌથી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયામાં પંથકમાં વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 14 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. જેમાં પંચાયત હસ્તકના 12 માર્ગ અને અન્ય બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં 6, પોરબંદરમાં બે માર્ગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર ભાવનગર એક એક માર્ગ બંધ કરાયો છે. રાજ્યમા નવ જિલ્લામા એનડીઆરએફ ટીમ તૈનાત કરવામા આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત જીલ્લામા એક એક ટીમ તૈનાત કરાઈ છે.

દરમિયાન ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા નોંધનીય છે કે, ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેચ, તેલંગણા સહિતના ગામોમાં રાત્રિના બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીમાંધોધમાર વરસાદ બાદ લાઠ ગામે પડેલા ભારે વરસાદને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ સંપર્ક વિહોણું થયું હતું.બીજી તરફ રાજકોટ શહેરમાં સોમવારે મેઘરાજાએ વહેલી સવારમાં અડધો ઈંચ જેટલું હેત વરસાવ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન ઝાપટા વરસાવતા સોમવારે એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

- text