હળવદના રાયધ્રા ગામે મકાનની બાજુમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે વિરોધ

- text


મામલતદાર સમક્ષ ટાવર ન ઉભો કરવા કરાઈ લેખિત રજૂઆત

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખેતીની સીમ જમીનના સર્વે નંબર 269વાળી જમીનમાં મકાન આવેલું છે ત્યાં મકાનની બાજુમાં હાલ એરટેલ કંપની દ્વારા મોબાઈલનો ટાવર ઉભો કરવામાં આવી રહ્યો હોય આ ટાવર ઉભો ન કરવામાં આવે તેવી લેખિત રજૂઆત મામલતદાર સમક્ષ હરજીભાઈ રતાભાઈ કોળી દ્વારા કરવામાં આવી છે.

- text

રજૂઆત કર્તાએ મામલતદારને જણાવ્યું છે કે, અમારી ખેતીની જમીનમાં અમારું મકાન આવેલું છે. આ મકાનની બાજુમાં એરટેલ કંપની દ્વારા મોબાઈલનો ટાવર ઉભો કરવાનું કામ ચાલુ છે. જો આ મોબાઈલ ટાવર નાખવામાં આવશે તો અમને ખૂબ જ મુશ્કેલી પડશે. આ ટાવરના કારણે અમોને અને અમારા પશુધનને પણ ખતરો છે. તેથી આ ટાવર કોઈ અન્ય જગ્યાએ ઉભો કરવામાં આવે. હાલ જે કામ ચાલી રહ્યું છે તે તુરંત બંધ કરાવવામાં આવે અને અમારા રહેઠાણથી દૂર ટાવર ઉભો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

- text