CA દિવસ નિમિત્તે મોરબીમાં CA એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : આજે 1 જુલાઈ એટલે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) દિવસ સાથે જી.એસ.ટી. દિવસ નિમિત્તે મોરબી CA એસોસિએશન દ્વારા જોધપર નદી, મચ્છુ ડેમ ખાતે વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 200 વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

આજના કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરિયા તેમજ CA એસોસિએશનના પ્રખુખ CA વિજય સીતાપરા તેમજ એસોસિએશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આર્ય સમાજના, ફોરેસ્ટ વિભાગમાંથી સોનલબેન ભરાડ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને વૃક્ષો મોટા થાય તેના માટે પણ આયોજન કર્યું હતું.

- text

- text