મચ્છુ નદીમાં વિવાદિત બાંધકામ 24 કલાકમાં દૂર કરવા સ્વામિનારાયણ સંસ્થાને પાલિકાનો આદેશ

- text


હાલ દબાણ દૂર કરવાની કામગીરી નાના મશીન દ્વારા દેખાડા માટે જ થઇ રહી છે, પુરની સ્થિતિ સર્જાય તો લોકોના જાન-માલના નુકશાનની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની : નગરપાલિકા  

મોરબી : મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદેસર બાંધકામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હોય પણ આ કામગીરી નાના મશીનથી માત્ર દેખાડા માટે જ થઈ રહ્યા હોવાનું નગરપાલિકાએ જણાવી હવે 24 કલાકમાં જ આ સંપૂર્ણ બાંધકામ દૂર કરવા પાલિકા દ્વારા ફરી નોટિસ આપવામાં આવી છે.

આ નોટિસમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્વામિનારાયણ મંદિર સંસ્થાને જણાવ્યું છે કે હાલની વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને મોરબીના લોકોના જીવનું જોખમ ઉભું ન થાય તે માટે તમોને તાત્કાલિક નદી ઉપરનું ગેરકાયદેસરનું બાંધકામ દુર કરવા જાણ કરવામાં આવેલ છે. પરંતુ આપ દ્વારા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલ દરેક નોટીસોની કોઈ જ દરકાર કર્યા સિવાય નાના પિલરનું દબાણ દૂર કરવા નાના મશીનથી કામગીરી શરૂ કરી અને તમો તમારા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની પ્રક્રિયા કરો છો એવું બતાવવા માટે જ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

- text

આ ઉપરાંત આપના અધિકૃત પ્રતિનિધિ દ્વારા મીડિયાના માધ્યમથી એવી બાહેધરી આપવામાં આવેલી કે- “પ્રશાસન જે પણ નિર્ણય કરે તે અમને સંપૂર્ણપણે માન્ય છે તેમા કોઈ પ્રશ્ન નથી”. જયારે સ્થળ પર આ બાબતનો કોઈ જ અમલ થતો ન હોય, તમોને આ આખરી નોટીસથી તાકીદ કરવામાં આવે છે કે આ નોટીસ મળ્યેથી ૨૪ કલાકમાં જ તમારા દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ બિન અધિકૃત ગેરકાયદેસરનું બાંધકામ સંપૂર્ણપણે દૂર કરશો અન્યથા નગરપાલિકા દ્વારા તમારા ખર્ચે આ બાંધકામ દુર કરાવવામાં આવશે અનધિકૃત બાંધકામના કારણે મચ્છુ નદીના પટમાં પુરની સ્થિતિ સર્જાય તો લોકોના જાન-માલના નુકશાનની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે.

- text