હળવદમાં નોનવેજના 9 ધંધાર્થીઓને પાલિકાની નોટિસ : આધાર પુરાવા રજૂ નહિ કરે તો ફોજદારી

- text


વેચાણની મંજૂરી અને જગ્યાના આધાર પુરાવા બે દિવસમાં પાલિકાને આપવાનો આદેશ

હળવદ : તાજેતરમાં હળવદમાં ગેરકાયદે માછીમારી અને નોનવેજના હાટડા વિરુદ્ધ વિવિધ સંગઠનોએ બ્યુન્ગલ ફૂંકયા બાદ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. નગરપાલિકા દ્વારા 9 જેટલા નોનવેજના ધંધાર્થીઓને નોટિસ ફટકારી વેચાણની મંજૂરી અને જગ્યાના આધાર પુરાવા 2 દિવસમાં માંગવામાં આવ્યા છે. અન્યથા ફોજદારી પગલાં લેવાનું જણાવાયુ છે.

આ નોટિસમાં નગરપાલિકા દ્વારા જણાવાયુ છે કે હળવદ શહેરી વિસ્તારમાં જાહેર અથવા ખાનગી સ્થળે માંસ-મચ્છી તેમજ મટનની લારી અથવા માંસાહારનું વેચાણ ગેરકાયદેસર રીતે અને સરકારનાં સબંધિત વિભાગની કોઈ પણ પ્રકારની મંજુરી વગર માલુમ પડેલ છે તેમજ કોઈ પણ પ્રકારની વેચાણ અથવા ઉછેર કરવા માટેની મંજુરી જો લેવામાં આવેલ હોય તો તાત્કાલિક દિવસ-૨ માં નગરપાલિકા કચેરી સેનિટેશન શાખાના શાખા અધિકારીને રજુ કરવાની રહેશે.

- text

તેમજ આ વેચાણ તમારા દ્વારા જે જગ્યા પર કરવામાં આવી રહેલું છે.તે જગ્યાના જરૂરી દસ્તાવેજી પુરાવા પણ રજુ કરશો. જો આમ કરવામાં નહિ આવે તો જાહેર આરોગ્યને ધ્યાને લેતા અને સરકારી જમીન પર કબજો અન્વયે આપના ઉપર ગેરકાયદેસર વેચાણના અને રહેઠાણ ના ભંગ બદલ આપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જો ઉપરોક્ત કોઈ દસ્તાવેજ આપના દ્વારા રજુ કરવામાં નહિ આવે તો તેને ગેરરીતી માની આપના પર ફોજદારી ગુનો નોંધવામાં આવશે.

- text