મોરબી ભાજપના અગ્રણી રાઘવજીભાઈ ગડારાના જન્મદિવસે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના આજે 71માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે રાઘવજીભાઈ ગડારા જન્મદિવસ હોય પોતાના પરિવારજનો તેમજ મિત્રો સાથે મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલના તમામ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં વિવિધ પ્રકારના ફ્રૂટ અને બિસ્કિટના પેકેટનું વિતરણ કરી દર્દીઓના આશિર્વાદ મેળવ્યા હતા.

દર વખતે પોતાના જન્મદિનની પ્રેરક ઉજવણી કરવા માટે જાણીતા રાઘવજીભાઈ ગડારા પોતાનો જન્મદિન વૃદ્ધાશ્રમના વડીલો સાથે જમણવાર કરીને કે વિકાસ વિદ્યાલયની બાળાઓને ભાવતા ભોજન જમાડી ડ્રેસની ભેટ આપી ઉજવતા રહ્યા છે. આ વર્ષે રાઘવજીભાઈ સાથે તેમના લઘુબંધુ બાબુભાઈ ગડારા, ભત્રીજા મનીષભાઈ ગડારા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂત, બિપીન વ્યાસ, સુરેશ શિરોહિયા, નંદલાલ નેસડીયા તેમજ રોહિત અગોલા, નીરજ ભટ્ટ સહિતના સાથે રહ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્ટિકનું વિતરણ કર્યું હતું.

- text

- text