Morbi : ઘર ભુલી ગયેલા બાળકને ટ્રાફિક પોલીસે સલામત રીતે ઘરે પહોંચાડ્યો

- text


મોરબી : આજ રોજ મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ઘર ભુલી ગયેલા બાળકને સહી સલામત રીતે ઘરે પહોંચાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોરબી ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. છાસીયાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન વી.સી. ફાટક પાસેથી એક બાળક મળી આવ્યો હતો. આ બાળક રડી રહ્યો હોય ટ્રાફિક પોલીસે રડવાનું કારણ પુછતાં તે ઘર ભુલી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી ટ્રાફિક પોલીસની ટીમ તેમજ નટરાજ ફાટકના હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈની ટીમ અને પોલીસ કોન્સ્ટેબલ મનજીભાઈ દ્વારા આ બાળકને સહી સલામત રીતે ઘરે પહોંચાડ્યો હતો. જેથી પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસને આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text