મોરબીમાં મેઘરાજા ફરી મેહરબાન, ધોધમાર વરસાદથી ચારેકોર પાણી પાણી

- text


ટંકારા અને મોરબીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : સતત બીજા દિવસે ભારે વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે. મોરબી શહેરમાં પણ શરૂઆતમાં વરસાદ ખેચાયા બાદ ગઈકાલે દિવસ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે સોમવારે સાંજે ફરીથી મેઘરાજાએ મોરબી અને ટંકારામાં પર કૃપા વરસાવવાનું શરુ કર્યું હતું.

મોરબીમાં સોમવારે સાંજે 6.30 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. પોણી કલાક સુધી સતત વરસાદથી મોરબીમાં ફરીથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. અને લોકોને કામ પરથી ઘરે જવાના સમયે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા પણ સારો વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે આજે ટંકારામાં સાંજે દરો એવો વરસાદ પડ્યો હતો. અમારા પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ ટંકારા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ટંકારામાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

- text

- text