1 જુલાઈ : મોરબીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળ મગ્ન બનતા ઠેર ઠેર ટ્રાફિકજામ

- text


તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા : શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયાં

મોરબી : મોરબીમાં સોમવારે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે મોરબીમાં મુખ્ય માર્ગો સહિત ઠેર ઠેર પાણી ભરાતા તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સોમવારે સાંજે 6.30 વાગ્યે શરૂ થયેલા વરસાદના કારણે મોરબી શહેરના તમામ મુખ્ય સહિતના માર્ગો જળ મગ્ન બની ગયા હતા. સાંજે 7.30 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાંજના સમયે કામથી ઘરે પરત ફરવાના સમયે દરેક વિસ્તારોમાં અને ખાસ કરીને શનાળા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી સહિતા વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિક જામના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે મોરબી પાલિકા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

- text

- text