PGVCLના મેનેજીંગ ડિરેક્ટર મોરબીમાં, ઔદ્યોગિક ગ્રાહકોના પ્રશ્નો સાંભળ્યા

- text


મોરબી વર્તુળ કચેરી ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી, પ્રશ્નોના નિરાકરણ લાવવા ખાતરી આપી

મોરબી : મોરબીમાં PGVCLના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા આજે મોરબી વર્તુળ કચેરી કોન્ફરન્સ હોલ ખાતે મોરબી ઈન્ડ. એસોસિએશન સાથે મોરબી વર્તુળ કચેરી હેઠળના વિવિધ ઔદ્યોગિક વીજ ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં PGVCLના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા, PGVCL મોરબીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા, કાર્યપાલ ઇજનેરો, મોરબી ઈન્ડ. એસોસિએશનના હોદ્દેદારોના પ્રશ્નો સાંભળી સુખદ નિરાકરણ લાવવા બાબતે ખાતરી આપવામાં આવી હતી.

આ મિટિંગમાં મોરબી ઇન્ડ. એસોસિએશનના વિવિધ વિભાગો જેવા કે મોરબી સીરામીક એસોસિએશન, પોલીપેક, પ્લાસ્ટિક એસોસિએશન, સેનેટરી વેટ એસોસિયેશન, પેપરમિલ એસોસિએશન વગેરે દ્વારા વારંવાર થતા ઈન્ડ. ફીડરમાં ટ્રીપીંગ તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઇ રહે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી.

આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે હાલ 382 કીમી લંબાઈની 11 કેવી લાઈનમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળો MVCC કંડકટર નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તથા વિવિધ ઈન્ડ., અર્બન અને જ્યોતિગ્રામ ફીડરોમાં MVCC કંડકટર નાખવાનું કામ મંજૂરી હેઠળ છે. જેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

- text

આ મિટિંગમાં મોરબી જિલ્લાના માનવવંતા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે બાબતે મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.

- text