હળવદ : એન.એલ. આમોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ડોક્ટર ડેની ઉજવણી કરાઈ 

- text


ડોક્ટરો, શિક્ષકો, સંચાલક તથા નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું 

હળવદ : આજે ડોક્ટર દિવસ નિમિત્તે એસ.એસ.સંકુલ ચરડવા ગુરુકુળ દ્વારા સંચાલિત એન.એલ. આમોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓ દ્વારા ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચરાડવામાં છેલ્લા 32 વર્ષથી સેવા આપતા ડો.ભરતભાઈ પ્રજાપતિ તથા સી.એચ.સી. સેન્ટરમાં 8 વર્ષથી સેવા આપતા ડો. નિકિતા (ડેન્ટિસ્ટ), સી.એચ.સીમાં ડોક્ટર તરીકેની સેવા આપતા ડો. શબનમ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ પ્રસંગે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડોક્ટરનું એક નાટક સાથે દેશભક્તિ ગીતની રજૂઆત કરીને કોરોના કાળમાં ડોક્ટરો દ્વારા કરેલી સેવાને તાજી કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે સંસ્થાના સંચાલક એલ. એન. શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, ડોક્ટર એ દર્દીઓના જીવનદાતા છે. તેમજ આ પ્રસંગે ડોક્ટરો, શિક્ષકો, સંચાલક તથા નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે નર્સિંગ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text