વિશ્વાસે વિશ્વાસઘાત કર્યો ! વર્લ્ડ કપ ક્રિકેટ મેચની ટિકિટના નામે મોરબીના યુવાન સાથે ઠગાઈ

- text


આઠ મહિના બાદ છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઇ

મોરબી : આઠેક મહિના પૂર્વે અમદાવાદમાં રમાયેલ ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ક્રિકેટ મેચની ટીકીટના નામે મોરબીના ટાઇલ્સના ટ્રેડર્સ સાથે વિશ્વાસ શુકલા નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે રૂપિયા 65 હજારની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ધ ગાર્ડન પેલેસમાં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા પ્રતિક દીક્ષિતભાઈ પંડ્યાએ વર્ષ 2023માં અમદાવાદ ખાતે રમાયેલી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિશ્વાસ શુકલા નામની આઈડી ઉપરથી કોન્ટેકટ કરી અલગ અલગ આઠ ટીકીટ બુક કરવા કટકે કટકે રૂપિયા 72 હજાર ટ્રાન્સફર કરાવી લઈ બાદમાં અમદાવાદ ખાતે સ્ટેડિયમે પહોચતા આ વ્યક્તિએ ફોન બંધ કરી દઈ ટીકીટ નહિ આપી છેતરપીંડી કરી વિશ્વાસ જીતવા 7 હજાર પરત કરી બાકીના 65 હજાર આજદિન સુધી પરત નહિ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા સાયબર ક્રાઇમમાં થયેલી અરજી અન્વયે વિશ્વાસ આઇડી ધારક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text