ભરતનગર-નાગડાવાસ- સોખડા કેનાલમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ

- text


 

કોઈ ફેક્ટરીનું કેમિકલ ઠાલવાયુ હોવાની શક્યતા, જીપીસીબી દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીના ભરતનગર-નાગડાવાસ- સોખડા નર્મદા કેનાલમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. કોઈ ફેક્ટરીનું કેમિકલ કેનાલમાં ઠાલવાયુ હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ બનાવમાં જીપીસીબી દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.

મોરબી-માળિયા મેઈન કેનાલથી 27-28 નંબરની હરિપર ખેરાળા વાળી જે નર્મદા કેનાલ નીકળે છે. તેમાં ભરતનગર અને નાગડાવાસ વચ્ચે કેમિકલયુક્ત કાળા રંગનું પાણી જોવા મળ્યું હતું. ત્યારબાદ બીના સોખડા ગામે કેનાલમાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું.

આ અંગે સોખડા ગામના ખેડૂત પ્રદીપભાઈ આહિરે જણાવ્યું કે સોખડા ગામે વરસાદ થયો નથી. ખેડૂતોએ કપાસ વાવવાનું ચાલુ કર્યું છે. આ કેનાલમાં કેમિકલવાળું પાણી આવતા અંદાજે 200 ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે.

જીપીસીબીના અધિકારી સોનીએ જણાવ્યું કે ટિમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ભરતનગર-નાગડાવાસ વચ્ચે આવું પાણી હાલ જોવા મળ્યું નથી. જૂનો કચરો પડ્યો હોય ત્યારે વરસાદનું પાણી આવ્યું હોવાથી આવું જોવા મળતું હોય છે. આજુબાજુમાં ટિમો દ્વારા તપાસ હજુ ચાલુ છે. જે કોઈ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

- text

 

- text