વરસાદ પડતાં જ મોરબી શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબી શહેર સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે. ત્યારે આજે સવાર સવારમાં જ મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વરસાદ પડતાંની સાથે જ અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલા છે જેના કારણે મોરબી શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.

મોરબીના ઉમિયા સર્કલથી શનાળા બાયપાસ સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે. અવની ચોકડીએ પણ અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાયા છે. વરસાદના કારણે મોરબી શહેરના મોટાભાગના રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. સવારે ધંધા-વ્યવસાય અને નોકરીએ જઈ રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલીમાં મૂકાયા છે.

- text

- text